For Appointment : +91 8905150606 +91 8460044502

Parent Corner

ગર્ભાવસ્થા - એક રોમાંચક અનુભવ!

કુદરતની અનેક વિસ્મયજનક લીલાઓ પૈકીની એક એટલે "ગર્ભાવસ્થા". આધુનિક વિજ્ઞાનમાં વધતી જતી વંધ્યત્વની સમસ્યાઓમાં આપ આ મુશ્કેલીઓથી બાકાત રહી પ્રેગ્નેન્સી કાળમાં પ્રવેશ્યા છો એ બદલ હાર્દિક અભિનંદન...

સામાન્ય રીતે ગર્ભધારણ અને સુવાવડ એ કુદરતી, સહજ પ્રક્રિયા છે. પરંતુ, ગર્ભાવસ્થા સમયની બેદરકારીથી ઘણીબધી ગંભીર સમસ્યાઓ થઇ શકે છે. જે સામાન્ય ચેક-અપ અને તકેદારીથી મહદઅંશે નિવારી શકાય છે. 'ઝડપથી વિકસતા વિજ્ઞાન, મેડિકલ સુવિધાઓનો ઉપયોગ કરીયે... અને માતૃત્વની સફર નિર્વિઘ્ને પાર કરીએ'.

1 ગર્ભાવસ્થાના પ્રથમ 3 માસ

  • નિયમિત માસિક સ્ત્રાવ ન આવવો - એ સૌ પ્રથમ પ્રેગ્નેન્સીની શક્યતા ધરાવતી નિશાની છે. પેટમાં રહેલું બાળક ગર્ભાશયમાં યોગ્ય જગ્યાએ જ છે, તે જાણવું જરૂરી છે. અંડવાહિનીમાં, અંડાશયમાં કે ગર્ભશયની બહાર કોઈ પણ જગ્યાએ પ્રેગ્નેન્સીનો વિકાસ થાય તો તે અત્યંત ગંભીર હોય છે.
  • બાળકના ધબકારા આવવા, બાળકના અવયવોની રચના થવી વગેરે સંપૂર્ણ કુદરતી છે. પોષણની દવાઓ લેવા છતાં... બાળકનો વિકાસ અટકવો, ખોડ-ખાંપણ થવી વગેરે શક્યતાઓ 10 ટકા સુધી હોય છે. નિયમિત ચેક-અપ છતાં આવી તકલીફો સર્જાય તો તે માટે ડોક્ટર્સને દોષિત ન ગણવા. ડોક્ટરની સલાહ લીધા વગર કોઈ દવા ન લેવી.
  • ઉલ્ટી, ઉબકા, નબળાઈ લાગવી, ચક્કર આવવા, જમવામાં અરુચિ, સામાન્ય તાવ - આ બધા લક્ષણો પ્રેગ્નેન્સીમાં સહજ છે. જે ત્રણ માસ બાદ આપમેળે જ ઓછા થઇ જાય છે. જરૂરી લાગે તો ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લઇ શકાય.
  • પ્રથમ ત્રણ માસમાં શારીરિક શ્રમ ઓછો કરવો હિતાવહ છે. દુઃખાવો, બ્લીડીંગ વગેરે ગંભીર લક્ષણો કહેવાય. જે માટે તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો
img
img

2 ગર્ભાવસ્થાનો બીજો તબક્કો (3 થી 6 માસ)

  • ત્રણ મહિને બાળકનો સંપૂર્ણ આકાર બની જાય છે. અંદાજે સાડા ત્રણ માસે સોનોગ્રાફી થકી બાળકની શારીરિક ક્ષતિ (ખોડખાપણ) ખબર પડી શકે છે. જો કોઈ ક્ષતિ દેખાય તો સંજોગો પ્રમાણે તેનો ઉકેલ લાવવાનો રહે છે.
  • આ સમય દરમિયાન અમુક લેબોરેટરીના રિપોર્ટ્સ કરાવવા, ધનુરના ઈન્જેકશન લેવા જરૂરી હોય છે. લોહતત્વનું પ્રમાણ અને કેલ્શિયમનું પ્રમાણ જળવાઈ રહે તે માટે દવાઓ લેવી ફરજીયાત છે.
  • પ્રથમ ત્રણ માસની સરખામણીએ આ તબક્કો ખુબ જ સરળતાથી પસાર થતો હોય છે. છતાંય બાળકના વિકાસની પ્રક્રિયા ચેકઅપ કરતી રહેવી જરૂરી છે.

3 ગર્ભાવસ્થાના અંતિમ ત્રણ માસ (6 થી 9 મહિના)

  • આ સમય ખુબ જ સાવચેતીનો છે. બ્લડ પ્રેશર વધવું, બાળકને પોષણ ઓછું થવું,સ્યુગર તેમજ અન્ય હોર્મોન્સમાં ફેરફાર વગેરે જોખમો હોય છે. જે માત્ર તબીબી તપાસમાં જ ખ્યાલ આવે છે. આથી સંપૂર્ણ સ્વસ્થતા જણાતી હોય તો પણ નિયમિત ચેકઅપ જરૂરી છે.
  • ડોક્ટરની સલાહ પ્રમાણે દવાઓ લેવી ખુબ જ આવશ્યક છે. બ્લડ પ્રેશર વધવું, બાળકને પોષણ ઓછું થવું, અચાનક બાળકનું અંદર ખરાબ થવું... વગેરે તકલીફો દવા લેવા છતાં પણ ઘણીવાર થતી હોય છે. આથી ચેકઅપ કરાવવું અને તબીબી સલાહને અનુસરવું ખુબ જ હિતાવહ છે.
  • છેલ્લા સમયમાં બાળકની પેટમાં પોઝીશનનું ડિલિવરીમાં ખાસ મહત્વ છે. પ્રસવ પ્રક્રિયા નોર્મલ થવી કે ઓપેરશનથી થવી એ ખુબ જ ગહન વિષય છે. જે માટે બાળકની અવસ્થા સિવાય, બાળકના ધબકારા, માતાનો ગર્ભમાર્ગનો ઘેરાવો, ગર્ભાશયનું મૂર્ખ ખુલવાની પ્રક્રિયા, માતાની શારીરિક, માનસિક ક્ષમતા... વગેરે અનેક પરિબળો ભાગ ભજવે છે. આથી, જે-તે સમયે જ આ બાબતોનો નિર્ણય શક્ય બને છે. ડોક્ટરના નિર્ણય ઉપર સંપૂર્ણ વિશ્વાસ મુકવાથી અને આ બાબતે ડૉક્ટરને સંપૂર્ણ નિર્ણય લેવાનો અધિકાર આપવાથી સારવાર સારી રીતે અને સુગમતાથી થઇ શકે છે.
img

આમ, અનેકવિધ અડચણોથી પાર ઉતારવા માટે દર્દી, ડૉક્ટર અને કુદરતનો સામુહિક પ્રયાસ આવશ્યક છે. આપણી ગર્ભાવસ્થાની સફર નિર્વિઘ્ને પાર પડે તેવી હાર્દિક શુભેચ્છાઓ.

find us